અમદાવાદઃ ભૂમાફિયાઓએ વડોદના ખેડૂતની 27 વીઘા જમીન પચાવી પાડી, એક આરોપીની કરાઇ ધરપકડ
Continues below advertisement
બાપુનગરના બિલ્ડર અને ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી લેતા રામોલ પોલીસે ગુનો નોંધ્યો હતો. દસ્ક્રોઈના વડોદ ગામના ખેડૂત મંગાજી ઠાકોર પાસેથી કબૂલાત નામાં પર સહી કરાવી કારમાં ત્રણ કરોડ રૂપિયા દેખાડીને પૈસા આપ્યા વગર જ ફરાર થઇ ગયા હતા. આ જમીનને લઇને દિવાની દાવો ચાલી રહ્યો હતો. આ કેસમાં સમાધાન કરવા માટે મધ્યસ્થી તરીકે પ્રફુલ વ્યાસ,ભરતસિંહ ચૌહાણ,અને વિનોદ નામનો શખ્સ આવ્યા હતા. મામલતદાર કચેરીમાં વિનોદ રાવણ નામના શખ્સે કબૂલાતનામાં પર સહી કરાવીને કારમાં પૈસા બતાવ્યા હતા. 27 વિઘા જમીનની કિંમત 27 કરોડ રૂપિયા થાય છે. જેમાં 11.11 કરોડમાં જમીન વેચાણ નક્કી કરવામાં આવ્યું હતું. તેમાંથી 1 કરોડ રૂપિયા ટુકડે ટુકડે મંગાજીને આપવામાં આવ્યા હતા.. અને ત્યાર બાદ પૈસા ના ચૂકવીને છેતરપીંડી કરતા ખેડૂતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Continues below advertisement