Ahmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલા

Continues below advertisement

Ahmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલા

અમદાવાદમાં રિવરફ્રન્ટ નજીક હિટ એન્ડ રનમાં મહિલા પોલીસકર્મીના મોતના કેસમાં મોટો ખુલાસો થયો. ઈસ્ટ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસને મહિલાએ જ ઉડાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આરોપી મહિલા કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. અકસ્માત કર્યા બાદ ગભરાઈ ગઈ હોવાથી તે સીધી કાર લઈ અને ઘરે ગઈ હતી. સંબંધીને મૂકી ઘરે જતી હતી, તે દરમિયાન અકસ્માત સર્જાયા હોવાની કબુલાત કરી. પોલીસે આરોપી સુધી પહોંચ્યા અને સમગ્ર રિવરફ્રન્ટના રૂટને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. 150 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે ડફનાળા પાસેના રોડ પર એક શંકાસ્પદ કાર મળી આવી, જેના પગલે પોલીસે તે કારના નંબર પ્લેટના આધારે ઇસનપુરના મંગલમૂર્તિમાં રહેતા 37 વર્ષીય સૃષ્ટિ માલુશ્રીના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબુલાત કરી. મહત્વનું છે કે બંદોબસ્તથી ઘરે પરત ફરતા સમયે 28 વર્ષીય મહિલા પોલીસકર્મી શારદાબેન ડાભીનું કારની ટક્કરે મોત થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram