Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવી
અમદાવાદમાં સાઈન્સ સિટી રોડ ઉપર હિટ એન્ડ રનનો જે બનાવ બન્યો હતો, તે મીડિયામાં પ્રસારિત થયા બાદ હવે સાઈન સિટી પોલીસ જાગી છે. અકસ્માત સર્જનાર ગાડી અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ, તેવું પોલીસનું નિવેદન છે. અજાણ્યા વાહન ચાલકની સામે પોલીસે ફરિયાદ નોંધી છે. બે દિવસ બાદ સાઈન્સ સીટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરવા માટે અને અન્ય સીસીટીવી ફૂટેજના આધારે પણ શોધખોળ બે દિવસ બાદ આરંભી છે.
જે પ્રકારે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, એક બાદ એક જે ઘટના છે તે સામે આવી રહી છે. આ સાયન્સ સિટી રોડ ઉપર અચાણક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં એક પરિવારના ત્રણ સભ્યો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી અને તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા. જે પરિવાર હતો તેમના જે પત્ની હતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમનું એક બાળક જે છે તે પણ આમાં ઈજાગ્રસ્ત થયું છે.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી, સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને સીસીટીવી કેમેરાથી મીડિયામાં જ્યારે આ સમગ્ર અહેવાલ પ્રસારિત થયો, ત્યારબાદ પોલીસ જે છે તે હવે સફાળી છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ જે છે તે ઘટનાસ્થળે પહોંચી છે અને અહીંયાના જે સીસીટીવી કેમેરાઓમાં જે સમગ્ર ઘટના કેદ થઈ છે તેના પરથી તપાસનો ધમદમાડ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. અત્યાર સુધી પોલીસને આ ગાડી ચાલક કોણ હતો કે ગાડીની પણ આઈડેન્ટીફિકેશન અત્યાર સુધી હજી પણ નથી થઈ શક્યું.