Ahmedabad | જો રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો થઈ જશો જેલભેગા.. જુઓ વીડિયોમાં
Continues below advertisement
રોંગ સાઈડમાં વાહન ચલાવવાના આદિ હોવ તો ચેતજો.. જો તમે રોંગ સાઈડમાં વાહન હંકારતા હોવ તો સુધરી જજો. આવતીકાલથી હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ખેર નહીં. અત્યાર સુધી ટ્રાફિક વિભાગ રોંગ સાઈડમાં વાહન હંકારતા વાહન ચાલકો પાસે દંડ વસૂલતી હતી. પરંતુ હવે આવા રોંગ સાઈડ રાઇડર સામે ગુનો દાખલ થશે. આવતીકાલથી દસ દિવસ સુધી ટ્રાફિક વિભાગ ડ્રાઇવ ચલાવી રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 22 જૂનથી 30 જૂન સુધી શરૂ કરાશે ડ્રાઈવ...રોંગ સાઈડમાં જતા વાહનચાલકોને પાઠ ભણાવવા કરવામાં આવશે ડ્રાઈવ....શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકના જવાનો દ્વારા ડ્રાઈવ કરવામાં આવશે.. રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વેહિકલ એક્ટ 184 હેઠળ નોંધાશે ગુન્હો
Continues below advertisement