અમદાવાદમાં કોરોનાની આ છે સ્થિતિ, 108માં ન આવનાર દર્દીને હોસ્પિટલમાં ન મળ્યો પ્રવેશ, બીમાર દીકરાની મજબૂર માતાએ શું કર્યું, હાલત જોઇ આંખો ભીની થઇ જશે, જુઓ વીડિયો

Continues below advertisement

દેશભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે આ કોરોનાકાળમાં માનવતા મરી પરીવાર હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યાં છે.  અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શારદાબેન હોસ્પિટલની બહારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં માતા પોતાના કોરોના સંક્રમિત પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવા આવી હતી પરંતુ હોસ્પિટલે કોરોના પ્રોટોકોલ અને નિયમોનો હવાલો આપી દર્દીને દાખલ કર્યો નહોતો. 108 વગર આવતા દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશ નહિ અપાય તેવુ લાચાર માતાને કહેવામાં આવ્યું હતું. જેના બાદ લાચાર માતા દીકરાને લઈને હોસ્પિટલ બહાર રોડ પર બેસવા મજબૂર બની હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram