અમદાવાદ મનપાની કાર્યવાહી, ખાનપુરમાં ડિમોલેશન કર્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના ખાનપુર સ્થિત 55 રહેણાક એકમ તોડી પાડવામાં આવ્યા હતા. ત્રણ વાર નોટીસ છતાં સ્થળ ખાલી ન કરાતા કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા માકુભાઈ શેઠના છાપરામાં રહેતા રહીશોના મકાન તોડી પાડવામાં આવ્યા.50 જેટલા રહેણાક એકમોને એક વર્ષ અગાઉ સરકારી જગ્યા ખાલી કરવા આદેશ કરવામાં આવ્યા હતા.જેની સામે સ્થળ ખાલી કરવામાં ન આવ્યું..જે બાદ ત્રણ મહિના અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી અને એક સપ્તાહ પહેલા સરકારી પ્લોટ ખાલી કરવા નોટિસ છતાં પણ પ્લોટ ખાલી ન કરવામાં આવતા કલેકટર કચેરી,AMC અને સ્થાનિક પોલીસની મદદ દ્વારા પ્લોટ ખાલી કરાવવામાં આવ્યો હતો.
Continues below advertisement