Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂર
અમદવાદ: પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહ પઢિયારને પંજાબથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. જે બાદ આજે આરોપીને સાથે રાખી પોલીસે રિકંટ્રક્શન કર્યું હતું. તો બીજી તરફ આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે. સામે આવેલી વિગતો અનુસાર આરોપી કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજે તેને કોર્ટમાં રજૂ કરાતા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
વિરેન્દ્રસિંહ બાવળાના અડોદરા ગામનો વતની છે. ભૂતકાળમાં તેની સામે બાવળામાં મારામારીનો ગુનો નોંધાયો હતો. સાણંદ પોલીસ સ્ટેશનનો વહીવટદાર હોવાની પણ વાત સામે આવી છે. આ ઉપરાંત કોલ સેન્ટર કાંડમાં વિરેન્દ્રસિંહ સસ્પેન્ડ પણ થયો હતો. 2017માં વિરેન્દ્રસિંહ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બાવળા-સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સ ખાતે રાત્રે રેડ કરી SOGએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા, એક યુવતી તથા બે સગીર સહિત કુલ 13 શખસને ઝડપ્યા હતા.