અમદાવાદ: ખાનગી હોસ્પિટલમાં 9388 પૈકી માત્ર 382 બેડ ખાલી, જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણની સાથે સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ હાઉસફુલ થઈ રહ્યાં છે.. ત્યારે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોમાં 382 બેડ ખાલી છે.. અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોમાં કુલ નવ હજાર 388 પૈકી 382 બેડ ખાલી છે.. જેમાં એક વેંટીલેટર અને છ આઈસીયુ બેડ ખાલી છે.. અસારવા સિવિલ અને સોલા સિવિલ સહિત છ સિવિલ હોસ્પિટલ, એસવીપી, વીએસ, એલજી, શારદાબેન હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ઈએસઆઈસી હોસ્પિટલ શહેરની કોવિડ હોસ્પિટલોમાં 382 ક્રિટિકલ બેડ ખાલી છે.. અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલોની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલમાં કુલ 468 બેડ પૈકી તમામ બેડ ભરેલા છે.. જ્યારે વીએસ હોસ્પિટલના કુલ 129 પૈકી તમામ બેડ ફુલ છે.. એલજી હોસ્પિટલના કુલ 240 પૈકી આઠ બેડ ખાલી છે.. તો શારદાબેન હોસ્પિટલના તમામ 138 બેડ ફુલ છે.. અમદાવાદ શહેરની 170 ખાનગી હોસ્પિટલના કુલ ચાર હજાર 756 પૈકી 243 બેડ ખાલી છે.. તો 187 નર્સિંગ હોમના એક હજાર 114 બેડ પૈકી 72 બેડ ભરેલા છે.. અમદાવાદની છ સિવિલ હોસ્પિટલના કુલ બે હજાર 497 પૈકી 59 બેડ ભરેલા છે.. તો ઈએસઆઈસીના તમામ 46 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..