Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે. આ પાર્સલ બ્લાસ્ટ ઘટનામાં એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. મીડિયા અહેવાલ અનુસાર, પાર્સલમાં બેટરી અને બ્લેડ હોવાનું સામે આવ્યુ છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે. આ પાર્સલ બ્લાસ્ટ ઘટનામાં એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. મીડિયા અહેવાલ અનુસાર, પાર્સલમાં બેટરી અને બ્લેડ હોવાનું સામે આવ્યુ છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.
ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ તપાસ માટે પહોંચી છે. પાર્સલ બોમ્બમાં પ્રથમ ધૂમાડો નિકળ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં પહોંચી છે. રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.
બ્લાસ્ટ કરી બે લોકો રિક્ષામાં ફરાર થયા હોવાની આશંકા છે. ફરાર થયેલા બે લોકોને ઝડપી લેવા માટે પોલીસે ટીમો બનાવી છે.