Ahmedabad: શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ, 304ની કલમનો ઉમેરો કરવા માંગી પરવાનગી
Continues below advertisement
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર બનેલા હિટ એંડ રન કેસમાં સેટેલાઈટ પોલીસે જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને અકસ્માતને નજરે જોનારા સાક્ષી અને સીસીટીવી ફૂટેજના આધારે કલમ 304નો ઉમેરો કરવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી. ..FIRમાં પોલીસે કલમ 304(A) લગાવી છે. જે મુજબ આરોપીને બે વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. જો કલમ 304 ઉમેરવાની કોર્ટ પરવાનગી આપે તો આરોપીને દસ વર્ષથી લઈ આજીવન કેદની સજા થઇ શકે તેવી કાયદાકીય જોગવાઈ બને અને કેસને ટ્રાયલ સેશન્સ કોર્ટમા ચલાવવી પડે તેવી કાયદાકીય સ્થિતિ ઉભી થાય છે.
Continues below advertisement