અમદાવાદ: ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીને દાખલ કરવાના પ્રોટોકોલ બાદ ડિસ્ચાર્જ માટેના પણ પ્રોટોકોલ

Continues below advertisement
અમદાવાદ: ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીને દાખલ કરવાના પ્રોટોકોલ બાદ ડિસ્ચાર્જ માટેના પણ પ્રોટોકોલ બનાવાયા છે. જેના પ્રમાણે છેલ્લા 48 કલાકમાં દાખલ દર્દીને તાવ ન આવે તેવા કિસ્સામાં ડિસ્ચાર્જ અપાશે. છેલ્લા 24 કલાક દરમિયાન બ્લડ પ્રેશર અને અન્ય કો મોરબીડ બીમારી કંટ્રોલમાં રહે તો ડિસ્ચાર્જ આપવું. હોસ્પિટલમાં દાખલ દર્દી લઘુત્તમ છેલ્લા 48 કલાક સુધી કુદરતી હવા પર જીવિત રહી શકે. આ સિવાય દર્દીને એક હોસ્પિટલથી અન્ય હોસ્પિટલ ખસેડવા પણ બનાવવામાં આવ્યા ખાસ પ્રોટોકોલ. જે હોસ્પિટલમાં ફાયરથી લઈને અન્ય સુવિધા હોય ત્યાં દર્દીને ટ્રાન્સફર કરવા અંગે પ્રોટોકોલ. બાયપેપ અને ઓક્સિજનની અછત ન સર્જાય તેવા સ્થળોએ દાખલ કરવા પ્રોટોકોલ. સરકારના તમામ નિયમોનું પાલન જે હોસ્પિટલ દ્વારા ચુસ્તપણે કરવામાં આવતું હોય તેનો પણ પ્રોટોકોલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram