Ahmedabad: બિરજુ એપાર્ટમેન્ટમાં અમુક રહીશોના વિરોધના કારણે રી- ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ બિરજુ એપાર્ટમેન્ટ.જ્યાં મોટાભાગના રહીશો રી-ડેવલોપમેન્ટ ઈચ્છે છે. જેનું કારણ છે 45 વર્ષ જૂની સોસાયટીના મકાનો જર્જરિત છે. અને સ્લેબ તૂટી રહ્યા છે અને મકાનોના સળિયા પણ દેખાવા લાગ્યા છે.100થી વધુ સભ્યો બિલ્ડર સાથે MoU માટે તૈયાર છે. અને બે વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે પણ કેટલાક રહીશોના કારણે પ્રોજેક્ટ ખોરંભે ચઢ્યો છે. રી-ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે કાયદો તો બનાવ્યો પરંતુ રી- ડેવલપમેન્ટ સોસાયટીઓમાં કોઈ કારણોસર મેન્ટેનન્સનું કામ અટકી પડે છે.. અને અહીં રહેતા લોકો માટે જોખમ પણ ઊભું થાય છે.
વર્ષો જૂના અને જર્જરિત સરકારી આવાસ યોજનાના મકાનો તેમજ ખાનગી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ ના રી ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે કાયદો તો બનાવ્યો પરંતુ કાયદો બન્યા બાદ પણ રીડ ડેવલપમેન્ટ સોસાયટીઓમાં વિવિધ કારણોસર મેન્ટ નું કામ અટકી પડે છે જેના કારણે જર્જરિત મકાનોમાં રહેતા લોકો માટે જોખમ પણ ઊભું થાય છે. ત્યારે abp asmita એ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા બિરજુ એપાર્ટમેન્ટની મુલાકાત લીધી. 45 વર્ષ જૂની આ સોસાયટી માં રહીશોની શું છે સમસ્યા અને કયા મુદ્દાઓને લઈને લોકો છે પરેશાન જોઈએ આ અહેવાલમાં.