અમદાવાદ RTO પર કોરોનાની અસર, સ્પેશિયલ નંબર પ્લેટની આવકમાં થયો ઘટાડો, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના કાળમાં દરેક જગ્યાએ ફાયનાન્સિયલ અસર જોવા મળી રહી છે. ત્યારે, અમદાવાદ RTO પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. જેમાં સ્પેશિયલ નંબર પ્લેટથી થતી આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. RTOમાં જાન્યુઆરી 2020માં 2,534 સ્પેશિયલ નંબર પ્લેટ માટે લોકોએ રૂ.86 લાખ 80 હજાર આપ્યા હતા. અને જેના કારણે RTOનો રેવન્યુ પણ વધ્યો હતો. પરંતુ, લોકડાઉન બાદ લોકોને ફાયનાન્શયલ તકલીફ ઊભી થઈ અને તેની સાથે સ્પેશિયલ નંબરની પ્લેટ લેવા માટે પણ લોકોની સંખ્યા ઘટી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર 1,130 સ્પેશ્યલ નંબર પ્લેટમાંથી રૂ.39 લાખ 86 હજાર રેવન્યુ જનરેટ થયો છે. જે દર્શાવે છે કે, જાન્યુઆરી મહિના કરતા સપ્ટેમ્બર મહિનામાં RTOનું સ્પેશિયલ નંબર પ્લેટથી રેવન્યુમાં 55 ટકા જેટલનો ઘટાડો નોંધાયો છે.
Continues below advertisement