Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાત

Continues below advertisement

Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાત 

અમદાવાદ : અમદાવાદમાં પોલીસકર્મીની પત્ની અને પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે.  નરોડામાં ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ  મોતની છલાંગ લગાવી હતી.  મૃતક મહિલાનો પતિ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડમાં  ફરજ બજાવે છે.  બાળક માનસિક અસ્થિર હતો, મહિલાની માનસિક બીમારીની દવા ચાલતી હતી.  મૃતક મહિલાનું નામ વિરાજબેન અને પુત્રનું નામ રિધમ હોવાનો ખુલાસો થયો છે. નરોડા પોલીસની ટીમ  ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.   

મોતની છલાંગ  મારી આત્મહત્યા કરી

પ્રાથમિક અહેવાલ અનુસાર,  નરોડના હંસપુરા વિસ્તારમાં વિરાજબેન વાણીયા (ઉંવ 33)એ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંકી બાદમાં તેમણે પણ મોતની છલાંગ  મારી આત્મહત્યા કરી લીધી હતી.  વિરાજબેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram