અમદાવાદઃ સાબરમતી રેલવે લાઇન પર હાવડા બ્રિજ જેવો બનશે ગર્ડર બ્રિજ

Continues below advertisement

અમદાવાદમાં કોલકત્તાના હાવડા જેવો બ્રિજ બનશે. સાબરમતી વિસ્તારમાં જે રેલવે લાઇન પસાર થઇ છે તેના પર મેટ્રો ટ્રેન માટેનો ગર્ડર બ્રિજ હાલ તૈયાર થઈ રહ્યો છે. જે ડિસેમ્બર સુધી તૈયાર થઈ જશે અને જાન્યુઆરી સુધીમાં આ બ્રિજને લોંચ કરવામાં આવશે.અમદાવાદ APMC થી મોટેરા તરફ જ મેટ્રોના નોર્થ સાઉથ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે તેના પર ગર્ડર બ્રિજ બનશે. આ ગર્ડર બ્રિજનું લોન્ચ જાન્યુઆરીમાં કરવામાં આવશે. પિલર 419 અને 421 વચ્ચે 109 મીટર લાંબી 2 ગર્ડર મુકાશે. જેમાં પિલર 419 થી 420 સુધી 73 મીટર લાંબો અને 420 થી 421 સુધી 36 મીટર લાંબો ગર્ડર બ્રિજ મુકવામાં આવશે. આ બન્ને ગર્ડર બ્રિજનું વજન 630 ટન જેટલું હશે. સાથે જ આ બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram