અમદાવાદઃ ગોતામાં વહુએ કરી સાસુની હત્યા, ગર્ભવતી આરોપી મહિલાની ધરપકડ કરાઇ
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના રોયલ હોમ્સ એપાર્ટમેંટમા પુત્રવધૂએ સાસુની નિર્મમ હત્યા કરી નાખી હતી. 10 મહિના પહેલાં જ અગ્રવાલ પરિવારમાં પુત્રવધૂ બનીને આવેલી નિકિતાને તેની સાસુ રેખાબહેન સાથે અવાર-નવાર ઝઘડો થતો. ગઈકાલે રાત્રે પતિ દીપક જ્યારે ઘરે ન હતો એ સમયે નિકિતા અને રેખાબહેન વચ્ચે થયો ઉગ્ર ઝઘડો થયો હતો. પાડોશીઓએ પણ દરવાજો ખટખટાવ્યો. પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. બાદમાં અચાનક અવાજ શાંત થઈ ગયો.. પાડોશીઓને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો.. પણ અસલમાં ઘરની અંદર નિકિતાએ રેખાબહેનને લોખંડના સળિયાના ઘા મારી કરી નાંખી હતી હત્યા. એટલું જ નહીં પુરાવાનો નાશ કરવા નિકિતાએ તો સાસૂની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો.. જેમાં તેના હાથ પણ દાઝી ગયા હતા. આ સમયે પતિ ઘરે આવતા રૂમ અંદરથી લૉક થઈ ગયું હોવાનું કહી નિકિતાએ અઢી કલાક સુધી તો દરવાજો જ ન ખોલ્યો. અંતે સીડીના સહારે પતિ ઘરમાં પ્રવેશતા જ માની લોહીલુહાણ હાલતમાં લાશ જોતા જ આખો મામલો સમજાયો.મૂળ રાજસ્થાનનો અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. નિકિતાના સસરાને કોરોના થયો હોવાથી હોસ્પિટલમાં દાખલ છે.. સાસુની હત્યાને લઈ સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી હતી. નિકિતા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું.