કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદના આ વિસ્તારમાં ટેસ્ટ માટેનો ડોમ કરાયો બંધ

Continues below advertisement

અમદાવાદીઓ એક તરફ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે ટેસ્ટિંગ ડોમની બહાર લાઈન લગાવી રહ્યા છે. તો બીજી તરફ AMC ટેસ્ટિંગ માટેના ડોમ બંધ કરી રહ્યું છે.  શહેરના સાતાધાર ચાર રસ્તા પાસેનો ડોમ આજે સવારથી બંધ કરીને હટાવી લેવામાં આવ્યો છે  જેના કારણે અહીં ટેસ્ટ કરાવવા આવતા લોકોને ધક્કો પડી રહ્યો છે.  ઉપરાંત AMCનું આવું વલણ પણ આશ્ચર્ય પેદા કરે છે. અમદાવાદમાં કોરોનાના દરરોજ 4 હજાર એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના દરરોજ સરેરાશ 1 હજાર RTPCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોના ટેસ્ટિંગ માટે શહેરમાં 100 જેટલા ડોમ કાર્યરત છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram