Khyati Hospital Scandal: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ

Continues below advertisement

ખ્યાતિ હોસ્પિટલના મલ્ટી સ્પેશિયાલીસ્ટ મની માફિયાના વધુ એક પાપનો પર્દાફાશ.  અમદાવાદના સાણંદના વ્યકિતનો જીવ હણવાનો મની માફિયાઓ પર આરોપ. 29 નવે. 2023ના સાણંદના નિધરાડના ભીખાભાઈ ડાભીની કરી હતી સારવાર. હાથમાં દુઃખાવાની ફરિયાદ સાથે ગયેલા ભીખાભાઈની કરી નંખાઈ એન્જિયોપ્લાસ્ટી. એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજી ડાભીનું થયું હતું મોત. ભીખાભાઈને નથી અપાઈ કે સીડી કે કન્સલ્ટન્ટ તબીબનું નામ. ભીખાભાઈના પુત્રએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવાની હાથ ધરી તજવીજ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ. આરોપ છે કે, સાણંદ તાલુકાના નિધરાડ ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત નીપજ્યું.. 54 વર્ષીય ભીખાભાઈ ડાભી 29 નવેમ્બર 2023ના સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાથમાં દુખાવાના કારણે પહેલા તો તેઓ ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાથી વધુ સારવાર માટે તેમને ખ્યાતિ હોસ્પિટલ લઇ જવાયા. આરોપ છે કે, હાથના દુખાવાની સારવાર માટે ગયેલા ભીખાભાઈની એન્જિયોપ્લાસ્ટિ કરી દેવાઈ. હોસ્પિટલના સંચાલકોએ પરિવારની જાણ પણ ન કરી. ઓપરેશનના એક મહિના બાદ ભીખાભાઈનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે મૃતકના પુત્ર બીપીનભાઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram