Harsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક
રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં હત્યા, ચોરી-લૂંટ અને અકસ્માતની ઘટનાને લઇને સરકાર લાલઘૂમ થઇ છે. આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ગૃહરા્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચાધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેટકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા હતા. ઉપરાંત, અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને DCP પણ હાજર રહ્યા હતા.
સોમવારના રોજ શહેરના બોપલ આંબલી રૉડ પર એક નબીરો ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ દરમિયાન પકડાયો હતો, તેને પોતાની ઔડી કારથી ચાર-પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ પછી પોલીસ તંત્ર અને કાયદો-વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. ખરેખરમાં આ ઘટનામાં રિપલ પંચાલ નામનાં શખ્સે દારૂનાં નશામાં ઔડી કારમાં ડ્રાઇવ કરીને પાંચ ગાડીઓને અડફેટે લીધી હતી અને ત્યાર બાદ સંતુલન ગુમાવી કારને ડિવાઇડર સાથે અથડાવી હતી, જ્યાં પાર્ક અનેક બાઇક અને ગાડીઓનો પણ કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે અકસ્માત સમયે રિપલ પંચાલ ચિક્કાર દારૂનાં નશામાં હતો. આ મામલે પોલીસે રિપલ પંચાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.