લાંચ કેસઃ AMCએ ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર અરવિંદ પટેલને કર્યા સસ્પેન્ડ

Continues below advertisement

કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીના બિલ પાસ કરાવવા માટે મંગાયેલી લાંચના મામલે AMCએ ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર અરવિંદ પટેલને સંસ્પેન્ડ કરી દીધા છે. સીમ્સ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓના બિલ પાસ કરવા માટે ડેપ્યુટી હેલ્થ ઓફિસર અરવિંદ પટેલ વતી ખાનગી તબીબ નરેશ મલ્હોત્રાએ લાંચ માગી હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે એસીબીએ ડોકટર નરેશ મલ્હોત્રા સામે ફરિયાદ પણ દાખલ કરી છે. લાંચ પ્રકરણમાં એસીબીને એક કથિત ઓડીયો ક્લીપ મળી છે. જેમાં દોઢ કરોડના બિલના દસ ટકા લેખે ડોકટર અરવિંદ પટેલને ચુકવવાની ચર્ચા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram