Ahmedabad Chopda Pujan : દિવાળીના પર્વ પર અમદાવાદમાં 63 ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજન
દિવાળીના પાવન પર્વ પર અમદાવાદમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું સાથે જ 6 /3 ફૂટના વિશાળ ચોપડા અને લેપટોપનું પણ પૂજન કરાયું. દિવાળી પર ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. છેલ્લા 40 વર્ષથી કુમકુમ સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન કરાય છે. વેપારીઓ પણ કુમકુમ મંદિરે આવીને ચોપડા પૂજનથી નવા વર્ષ અને હિસાબની શરૂઆત કરે છે. ઘણા માણસ એવું માનતા હોય છે કે જૂની પદ્ધતિ પ્રમાણે ચોપડાનું પૂજન યોગ્ય છે, લેપટોપનું પૂજન કરી શકાય કે ન કરી શકાય? ચોપડાનું પૂજન જેટલું યોગ્ય છે એટલું લેપટોપનું પૂજન પણ યોગ્ય છે. પહેલા માણસ ગાડામાં બેસીને મુસાફરી કરતો હતો. આજે જ માણસ ટ્રેનમાં જાય છે મુસાફરી કરે છે. હેતુ એટલો છે કે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે મુસાફરી કરવી તેમ વ્યાપારીનો હેતુ છે કે ધંધાનો હિસાબ લખવો પછી ચોપડામાં લખે કે લેપટોપમાં લખે એમાં કોઈ જ ફરક પડતો નથી. પણ હંમેશા વ્યાપારી એટલું યાદ રાખવું જોઈએ કે નીતિમત્તાથી ધંધો વ્યાપાર કરવો જોઈએ.