Delhi Pollution: દિવાળીની ઉજવણી બાદ દિલ્હીમાં વધ્યુ પ્રદુષણ, અનેક વિસ્તારોને AQI પહોંચ્યા

Continues below advertisement

દિવાળીના દિવસે રાજધાની દિલ્હીમાં હવા ખરાબ થઇ ગઇ છે. આનંદ વિહાર વિસ્તારમાં AQI 'ગંભીર' શ્રેણીમાં નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આજે સાંજ સુધીમાં પ્રદૂષણ ગંભીર સ્તરે વધી શકે છે. આવી સ્થિતિમાં અધિકારીઓએ કહ્યું કે, ફટાકડા ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે 377 ટીમો બનાવવામાં આવી છે.

ગુરુવારે સવારે 8 વાગ્યે આનંદ વિહારમાં AQI 419 નોંધવામાં આવ્યો હતો. આ મહત્તમ સ્તરથી માત્ર 81 નીચે છે. AQI નું સ્તર 500 સુધી નોંધાયું છે. આવી સ્થિતિમાં આનંદ વિહારના આંકડા ડરામણા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 307 નોંધાયો હતો. મંગળવારે તે 268 હતો. દિવાળીના દિવસે અને શુક્રવારે પણ પ્રદૂષણમાંથી રાહત મળવાની આશા નથી. IITM પુણેએ જણાવ્યું હતું કે દિલ્હીમાં AQI ગુરુવાર અને શુક્રવારે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહેવાની ધારણા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram