Himatsinh Patel | સંસદમાં અનેક વાર કોંગ્રેસે માંગણી કરી કે ભાજપ ઇલેકટોરલ બોન્ડથી ભ્રષ્ટાચાર કરે છે

Continues below advertisement

Himatsinh Patel | અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલની પ્રેસ. 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકામાં કોંગ્રેસની પ્રેસ. ઇલેકટોરલ બોન્ડ મુદ્દે હિંમતસિંહ પટેલનું નિવેદન . સંસદમાં અનેક વાર કોંગ્રેસે માંગણી કરી કે ભાજપ ઇલેકટોરલ બોન્ડથી ભ્રષ્ટાચાર કરે છે. જે ઉદ્યોગપતિથી ઇલેકટોરલ બોન્ડ લીધા તે નામ જાહેર કરવાની પણ માંગ કરી. જે બેન્કોએ વિગત મૂકી છે તેમાં સામે આવ્યું કે RBI એ 2017માં ચેતવણી આપી હતી. ઇલેકટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન અને મની લોન્ડરીંગ વધશે. 2018 માં 43 કંપનીઓ ને 6 મહિના જ થયા હતા તેમણે 384 કરોડ ભાજપને ફંડ આપ્યું . જે કંપનીઓ માટે ચેતવણી જાહેર કરી હતી તેમની પાસેથી પણ ભાજપે ફંડ લીધું . 38 કોર્પોરેટર ગ્રુપમાં 179 કોન્ટ્રાકટર ને ભાજપે લાભ આપ્યો . આ ગૃપોએ 2 હજાર કરોડ રૂપિયાના ઇલેકટોરલ બોન્ડ ભાજપમાં જમાં કરાવ્યા . સુપ્રીમ કોર્ટની દેખરેખમાં SIT રચીને તપાસ કરવા માંગ . ભ્રષ્ટાચારમાં 82 અબજ ધન સંગ્રહ કરાયો તેની ન્યાયિક તપાસ કરવા માંગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram