અમદાવાદ: કોવિડ વેક્સીન ટાસ્ટ ફોર્સની બેઠકમાં શું લેવાયો મહત્વનો નિર્ણય ? જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મહામારીમાં વેકસીનની શોધ પહેલા રાજ્ય સરકાર દ્વારા વેકસીન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની અધ્યક્ષતામાં મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, WHO અને યુનિસેફના હોદ્દેદારોની બેઠક મળી હતી. તમામ શાખાના હોદ્દેદારોની બેઠકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફની યાદી જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. વેકસીનના ટ્રાયલ બાદ પ્રથમ ડોઝ આપવા માટે તમામ તબીબોને કર્મચારીઓની યાદી બનાવવા સુચના આપવામાં આવશે.અમદાવાદમાં 12 મોટી સરકારી હોસ્પિટલ અને 100 થી વધુ અમદાવાદ મેડિકલ એસોસિએશન અંતર્ગત આવતી હોસ્પિટલના સંચાલકોને હોસ્પિટલમાં કાર્યરત ડ્રાઇવરથી લઈને સંચાલકો સુધી વેકસીનનો ડોઝ આપવા માટેની સૂચિ તૈયાર કરવામાં આવશે.કોવિડ ટાસ્ક ફોર્સની સૂચિ સરકારમાં મોકલ્યા બાદ વેકસીનનો ડોઝ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.
Continues below advertisement