Dholka Canal Breach | ધોળકાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા, જુઓ અહેવાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDholka Canal Breach | મહેસાણામાં કેનાલમાં પડેલા ગાબડાબાદ abp asmita એ અમદાવાદમાં કેનાલની સ્થિતિ અંગે રિયાલિટી ચેક કર્યું... જેમાં ગોતા વડસર રોડ પાસેથી પસાર થતી ધોળકા શાખા નહેરમાં માસ મોટા ગાબડા પડ્યા હોવાની સ્થિતિ જોવા મળી... ભ્રષ્ટાચાર ના ગાબડાઓના કારણે કેનાલની બાજુથી પસાર થતા રસ્તા ઉપર ખેતીવાડી અને અન્ય બાબતો માટે આવન જાવન કરતાં લોકોને મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિ છે... કેનાલમાં ખાસ્સી ગંદકી પણ જોવા મળી,સાથે જ કેનાલ ને અડીને પસાર થતો રસ્તો પણ બિસ્માર હાલતમાં જોવા મળ્યો... સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની એ જવાબદારી છે કે એ તેની કેનાલોની મરામત તેમજ તેની પાસેથી પસાર થતા રસ્તાઓ નું યોગ્ય રીપેરીંગ કરાવે... જોકે આવી કોઈ જ કામગીરી અહીં નહીં થઈ હોવાની સ્થિતિ સામે આવી છે.. ત્યારે કેનાલના ગાબડાઓનું અને બિસ્માર રસ્તાઓનું યોગ્ય રીપેરીંગ કામ થાય તે આવશ્યક છે.