ફટાકડા પૂર્વે સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા તબીબોની સલાહ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળમાં સમયાંતરે સેનિટાઈઝર ઉપયોગ કરતા ચેતી જજો. દિવાળીમાં સેનિટાઈઝરના કારણે મોટી દુર્ઘટના બની શકે છે. હાથ સેનિટાઇઝ કરીને ભૂલથી પણ ફટાકડા ન ફોડવા તબીબો સલાહ આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડર્મીટોલોજિસ્ટ ડો.બેલા શાહે ABP અસ્મિતા સાથે વાત કરી જેમાં ડૉક્ટરનું માનવું છે કે આલ્કોહોલ અને આગ વિરોધી તત્વો જેવું કામ કરે છે. જેનાથી હાથમાં સેનિટાઈઝર લગાવ્યા બાદ ફટાકડા જ નહીં,દીવાસળી પણ સળગાવવામાં આવે તો તેના કારણે મોત પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ પણ ઉભી થઇ શકે છે.
Continues below advertisement