Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે વૃદ્ધાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં આજે એક કાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. શાકભાજીનું વેચાણ કરતી ગીતા દંતાણીનું અકસ્માતમાં મોત થયું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત એક ઇલેક્ટ્રોનિક કારના રિવર્સ લેતી વખતે થયો હતો. કાર ચાલકની ગાડી દીવાલ પર અથડાઈ અને રિવર્સ લેતા સમયે એક્સલેટર પર પગ આવી જતાં, કાર શાકભાજીનું વેચાણ કરતી ગીતાબેનને ટક્કર મારી ગઈ. આ અકસ્માતમાં ગીતાબેનનું મોત નીપજ્યું.
અકસ્માત સર્જનાર કાર ચાલક હાલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ચૂક્યો છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત જમાલપુર શાક માર્કેટ પાસે એમજી હેક્ટરની ગાડી દ્વારા થયો હતો. ઇલેક્ટ્રોનિક કાર રિવર્સમાં લેતી વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો અને એક મહિલાનું મોત નીપજ્યું.