Ahmedabad માં તોડબાજ પત્રકાર ઝડપાયા, 25 હજાર રૂપિયાની કરી હતી માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નકલી પત્રકારોનો રાફડો ફાટી નિકળ્યો છે. નકલી પત્રકારની ગેંગ સક્રિય થઈ હતી પંરતુ આ વખતે ફરિયાદી યુવકની સમય સુચકતાથી વટવા પોલીસે નકલી પત્રકારોની પોલ ખોલી હતી. મહિલા આરોપી પાર્વતીબેન શર્મા,ચીમનલાલ શર્મા,મુસ્તુફા ટીનવાલા અને સુરેશ ગોંડલીયા નકલી પત્રકારો છે. આ નકલી પત્રકારોની ટોળકીએ વટવામાં રહેતા તારીક સૈયદનું પોતાના ઘરનું નવું બાંધકામ ચાલી રહ્યું ત્યાં જઈ આરટીઈ એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાનું કહી 25 હજારની માંગણી કરી હતી.જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા આ ટોળકી ઝડપાઈ હતી. પોલીસ તપાસમાં નકલી પત્રકારો તોડ કરવા ગયા હોવાની કબૂલાત કરી છે..
Continues below advertisement