અમદાવાદમાં રોડ પર ડોમ બનાવી વ્યવસાય કરનારા માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં રોડ પર ડોમ અથવા મંડપ બાંધીને રોજગાર મેળવતા ફેરિયાઓ સામે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ધંધાકીય એકમના માલિક તરીકે માસ્ક અને સેનીટાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. ગ્રાહકો નજીક નજીક ન ઉભા રહે તે જોવાની જવાબદારી એકમના માલિકની રહેશે.ધંધાદારી એકમના માલિકે ફરજીયાત હેન્ડ ગ્લોવઝ પહેરવાનું રહેશે. તે સિવાય દર 15 દિવસે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો રહેશે. ગ્રાહકોને કપડાં ટ્રાયલ કરવા ન આપવાનો પણ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે.