માસ્ક વિના બહાર નીકળતા પહેલા ચેતજો, ગુજરાત હાઇકોર્ટે સરકારને શું આપ્યો મહત્વનો આદેશ?
Continues below advertisement
માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને હવે કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. .વ્યક્તિની ઉંમર, લાયકાત અને બાકીની બાબતોને ધ્યાનમાં લઈ યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. ગુજરાત હાઇકોર્ટે કોમ્યુનિટી સેવા ફરજીયાતનું જાહેરનામું બહાર પાડવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. માસ્ક ન પહેરનાર પકડાયેલા લોકોને 5થી 6 કલાક કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સેવા આપવી પડશે. પાંચથી 15 દિવસ સુધી સર્વિસનો સમય રાખી શકાશે. .એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો હતો.
Continues below advertisement