ઈંજેક્શનની કાળા બજારી કરનારાઓ સામે ગુજરાત ફાર્મસી કાઉંસિલ એક્શનમાં, આરોપી સામે શું કરાશે મોટી કાર્યવાહી ?
Continues below advertisement
રેમડેસિવિર ઈંજેક્શન (Redmdesivir Injection) ની કાળા બજારી કરનારા લોકો સામે ગુજરાત ફાર્મસી કાઉંસિલ હરકતમાં આવ્યું છે..સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજારી કરતા પકડાશે તો આજીવન માટે લાયસંસ રદ્દ કરી દેવામાં આવશે..જ્યારે છ મહિના જેલની સજા પણ થશે. ફાર્મસી કાઉંસિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. કોઈ પણ દવા તથા ઈંજેક્શન તેની એમઆરપીથી વધારે કિંમતે વસૂલતા ફાર્મસીસ્ટ સામે કાર્રવાઈ થશે..કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે કરવા અપી કરાઈ છે.
Continues below advertisement