Ahmedabad Rain: અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન

Continues below advertisement

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેણે જનજીવનને પ્રભાવિત કર્યું છે.

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. નવરંગપુરા, મેમનગર, સીજી રોડ, નારણપુરા સહિતના વિસ્તારમાં ખાબક્યો મુશળધાર વરસાદ. ભારે પવન અને વીજળીના કડાકા વચ્ચે છવાયો વરસાદી માહોલ. નારણપુરા સ્ટેડિયમ વિસ્તાર તેમજ પાલડી અંડરપાસમાં ભરાયા પાણી. વાહનચાલકો થયા પરેશાન..

એલિસબ્રિજ, શાહપુર, નારણપુરા, વાસણા અને પાલડી વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે રિવરફ્રંટ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશમાંથી વરસાદ ખાબકી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રિવરફ્રંટ વિસ્તારમાં ચાલી રહેલા એક્ઝિબિશનમાં આવેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

વરસાદના વિરામ બાદ પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ન ઓસરતા વાહનચાલકો થયા પરેશાન. નવરંગપુરાના લખુડી ચાર રસ્તા પાસે જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. ટ્રાફિક જામમાં ફસાયા વાહનચાલકો..એસજી હાઇવે પર સર્વિસ રોડ પણ બન્યો જળમગ્ન..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram