Ahmedabad Rain | અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી, અમદાવાદીઓ પરેશાન

Continues below advertisement

Ahmedabad Rain:બંગાળની ખાડીમા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને ગુજરાત તરફ આગળ વધતાં અમદાવાદમાં પણ સવારથી મેઘરાજાનું આગમન થયું છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી (rain) માહોલ છવાયો છે.

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ (rain) વરસતા વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આજે સતત ત્રીજા દિવસે શહેરમાં મેઘરાજાનું આગમન થતા અનેક વિસ્તારમાં વરસાદી  (rain)પાણી ભરાઇ ગયા છે. જીવરાજ પાર્ક, સાયન્સ સિટી, ગોતા, ઘાટલોડિયા, શ્યામલ, સરખેજ, વેજલપુર વિસ્તારમાં  સવારથી વરસાદનું આગમન થતાં વાતાવરણ આલહાદાયક બની ગયું હતું.

વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આગામી ત્રણ કલાક અમદાવાદમાં મધ્યમ વરસાદની (rain)આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 60 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતાં  વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકો દિવસે પણ  હેડલાઈટ ચાલુ કરવા મજબુર બન્યા હતા. અમદાવાદ શહેરમાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં હળવો વરસાદ  વરસી રહ્યો છે. રાણીપ, ઘાટલોડિયા,ન્યુ રાણીપ, મણીનગર, બોડકદેવમાં પણ મેઘરાજાનું સવારથી આગમન થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા  છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram