અમદાવાદમાં કેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે વધુ સાત વિસ્તારનો માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં સમાવેશ કરાયો હતો આ સાથે જ માઈક્રો કંટેઈનમેંટ વિસ્તારની સંખ્યા 293 પર પહોંચી ગઈ છે. વટવાના ઓમ શાંતિ બંગ્લોસના ઘર નંબર 11થી 25 એમ 15 મકાનોના 69 વ્યકિતનો કંટેઈનમેંટ ઝોનમાં સમાવેશ કરાયો છે. તો નોર્થ વેસ્ટના વંદે માતરમ હિલ્સના 40 મકાનો અને ગ્રીન વિલા એપાર્ટમેંટના 24 મકાનો, શ્યામ રત્ન એપાર્ટમેંટના 45 મકાનો, સોલાની શ્યામ રેસિડંસીના 20 મકાનો અને વેસ્ટમાં ઉસ્માનપુરાના શાંતિનગર વિસ્તારની લક્ષમીનારાયણ સોસાયટીના 5 મકાનો તથા ચાંદખેડાના શ્યામ બંગ્લોઝના 168 મકાનોને કંટેઈનમેંટ વિસ્તારમાં મૂકાયા હતા. જ્યારે પાલડીના પદમાવતી એપાર્ટમેંટના 18 મકાનોનો કંટેઈનમેંટ વિસ્તારમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
Continues below advertisement