અમદાવાદ-કેવડિયા વચ્ચેના સી પ્લેનનું ભાડું કેટલું કરાયું નક્કી ? જુઓ વીડિયો

Continues below advertisement
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદથી કેવડિયા સી પ્લેનની શરૂઆત કરાવશે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 30-40 મિનિટ જેટલો સમય લાગશે. આજે સી પ્લેન ઓપરેટ કરનારી સ્પાઇસ જેટ દ્વારા નવા ભાડાની જાહેરાત કરવામાં આવી હતી. ઉડાન યોજના અંતર્ગત એક તરફનું ભાડું 1500 રૂપિયાથી શરૂ થશે. 30 ઓક્ટોબર, 2020થી ઓનલાઈન ટિકિટ બુક થશે. સ્પાઇસ જેટ આ ઉડાન માટે 15 સીટર ટ્વિન ઓટર 300  વિમાનનો ઉપયોગ કરશે. જ્યારે બંને તરફથી મુસાફરી માટે 3000 રૂપિયા ખર્ચવા પડશે.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram