હું તો બોલીશ: દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છતાંય અમદાવાદના મેયરને લાગી સામાન્ય ઘટના

Continues below advertisement
અમદાવાદ શહેરના પીરાણા રોડ પર આવેલી 30 વર્ષ જૂની કાપડની ફેક્ટરીમાં આગ લાગ્યા પછી બોઇલર ફાટતા 11 લોકોના મોત થયા છે. જ્યારે 9 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી અમૂકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આગની ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 18 લોકોને એલ.જી. હોસ્પિટલ લવાયા છે. ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આગની ભયાનક અને દર્દનાક દુર્ઘટનામાં 11 પરિવારો ઉજડી ગયા હોવા છતાં મેયરે દુઃખ વ્યક્ત કરવાના બદલે સામાન્ય ગણાવી પીડિતાના ઘા પર મીઠું ભભરાવ્યું હતું. મેયર બિજલ પટેલ મોડા મોડા જાગ્યા અને 10 લોકોનાં મોત થઈ ગયા હોવા છતાં મેયર એલ.જી. હોસ્પિટલમાં કે ઘટના સ્થળે ફરક્યાં પણ નહોતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram