Ahmedabad News: 7 શાળામાં ગેરકાયદે બનેલા પતરાના શેડને સીલ મારી દેવાયું

Continues below advertisement

Abp asmita ના અહેવાલ બાદ અમદાવાદમાં અનઅધિકૃત રીતે પતરાના શેડ ધરાવતી શાળા સામે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કચેરી હસ્તગત આવતી સાત જેટલી શાળાઓમાં અનઅધિકૃત રીતે શાળાની ઉપર બાંધકામ કરાયેલ પતરાના શેડના હિસ્સાને સીલ કરી દેવામાં આવ્યુ છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારની આનંદ વિદ્યા વિહાર, સેટેલાઈટ વિસ્તારની નારાયણ ગુરુ, ઉપરાંત નિકોલ અને નરોડા વિસ્તારની રઘુવીર સ્કૂલ નિકોલ, શેખ RT હિન્દી, સૃષ્ટિ વિદ્યાવિહાર, નાનુભાઇ વિદ્યા મંદિર, શિવમ વિદ્યાલયના શેડ સીલ કરાયા છે. રાજકોટમાં બનેલ આગની દુર્ઘટના બાદ એબીપી અસ્મિતા એ અમદાવાદમાં પતરાના શેડ ધરાવતી શાળાઓ અંગે વાસ્તવિકતા તપાસી હતી. જેમાં કેટલીક શાળાઓમાં અનઅધિકૃત રીતે પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને નોટિસ આપીને રૂબરૂમાં હિયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે 7 શાળાઓમાં અનઅધિકૃત રીતે પતરાનો શેડ હોવાથી જ્યાં સુધી કોર્પોરેશનની મંજૂરી ન મળે અને જિલ્લા શિક્ષણ વિભાગ અને વિશ્વાસમાં લીધા વિના પતરાના શેડ વાળું બાંધકામનો ઉપયોગ ન કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની કચેરી હસ્તગત આવતી 600 જેટલી શાળાઓની ફાયર સેફટી અને પતરાના શેડ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી થી સજજ જોવા મળી, જોકે ક્યાંક NOC રીન્યુલ ની પ્રક્રિયા બાકી હતી તે પણ તાબડતોડ કચેરીના આદેશ બાદ પૂર્ણ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram