અમદાવાદમાં દશેરાના પર્વ પર ફાફડા જલેબી લેવા ઉમટી પડ્યા લોકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદશેરાનો દિવસ હોય, તો ફાફડા અને જલેબી વિના કેમ ચાલે ? અમદાવાદ સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાનું ખાસ મહત્વ છે, ત્યારે દશેરાના દિવસે સવારથી જ ફાફડા-જલેબીની દુકાન અને ઉભા કરવામાં આવેલા ખાસ સ્ટોલ પર લોકો ખરીદી માટે આવી રહ્યા છે. જોકે આ વખતે મોંઘવારીની અસર ફાફડા- જલેબીના ભાવ પણ જોવા મળી રહી છે. આ વર્ષે પ્રતિ કિલો ફાફડાનો ભાવ રૂ.360 થી 560 જ્યારે જલેબીનો પ્રતિ કીલો ભાવ 400 થી 660 રૂપિયા જોવા મળી રહ્યો છે.