Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp Asmita

Continues below advertisement

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાસ થયો છે. હાલમાં જ કડીના બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો, જે પછી બે લોકોના મોત થતાં હોબાળો થયો હતો. હવે આ બધાની વચ્ચે કડીના વધુ એક ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો હતો, જેમાં પણ દર્દીઓને ખોટી રીતે ચેકઅપ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. ખરેખરમાં, કડીના બલાસણ ગામે ગત 10 નવેમ્બરે ફ્રી ચેકએપ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 દર્દીઓએનું ચેકઅપ કરાયુ હતુ, આ દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા. 

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. ગત 10 નવેમ્બરે કડીના બલાસણ ગામે અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલે ફ્રી મેડકલ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 લોકોનું ચેકઅપ કરાયુ હતુ. આ કેમ્પ દરમિયાન ખ્યાતિ હૉસ્પિટલે દર્દીઓને ખોટી રીતે કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે ખ્યાતિના સ્ટાફે દર્દીઓ સાથે એવી પણ પુછપરછ કરી હતી કે, તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram