Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Continues below advertisement
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
ખ્યાતિ હોસ્પિટલના પાપે વધુ એક વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો. કડીના બોરીસણા ગામના દિનેશભાઈ નામના વ્યક્તિની શનિવારે મોડી સાંજે તબિયત લથડી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. દિનેશભાઈની ગામમાં યોજાયેલા કેમ્પ દરમિયાન એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત બગડી જેથી તેમને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુત્રે કહ્યું, મારા ફાધર દિનેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપી રજા આપીને હું ઘરે લાવ્યો, ઘરે લાવ્યા પછી એમની તબિયત અત્યારે ચાર વાગે લથડતા હું એમને 108 બોલાવી 108 મારફત દ્વારા એમને હું કડીના નજીક દવાખાને સત્વ હોસ્પિટલમાં લઈ ગયો. સત્વ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યા પછી ડોક્ટરે મને એમ કીધું કે એમને ઓબ્જર્વેશનમાં રાખવા પડશે.
Continues below advertisement