અમદાવાદ: નરોડામાં દબાણ દૂર કરવા મામલે AMCના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ
Continues below advertisement
અમદાવાદના નરોડા વિસ્તારની અંદર નવી ટીપી સ્કીમ બહાર પાડયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલા દબાણો તોડવાની પ્રક્રિયા આજે સવારે શરૂ કરવામાં આવી શરૂઆતમાં અહીંયા સંતોષીનગર વિસ્તારની અંદર સમાધિ હોવાના કારણે સ્થાનિક લોકો અને AMCની ટીમ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી જોકે પોલીસે દરમિયાનગીરી કરી અને જે લોકો કામગીરી કરી રહ્યા હતા તેમની અટકાયત કરી અને ત્યાર બાદ એએમસી દ્વારા મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
Continues below advertisement