અમદાવાદના કૃષ્ણનગરમાં ખેલાયેલા ખૂની ખેલનો વીડિયો આવ્યો સામે, ગેંગવોરમાં એક યુવકની હત્યા
Continues below advertisement
અમદાવાદના કૃષ્ણનગરમાં ખેલાયેલા ખૂની ખેલનો વીડિયો સામે આવ્યો. થોડા દિવસ અગાઉ કૃષ્ણનગરમાં ગેંગવોરમાં એક યુવકની હત્યા થઈ હતી. વીડિયો આપને વિચલીત કરી શકે છે. એટલા માટે અમે આપને એ વીડિયો દેખાડતા નથી. વીડિયોમાં પાંચથી છ શખ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ગેંગવોરમાં ખેલાયેલા ખૂની ખેલમાં કૃષ્ણનગર પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. વીડિયોમાં સાતથી આઠ શખ્સો દેખાતા હોવા છતા પોલીસે બે લોકો વિરૂદ્ધ જ ગુનો નોંધ્યો હતો. કૃષ્ણનગર પોલીસે શરૂઆતમાં આઈપીસીની કલમ 307નો પણ ઉમેરો નહોતો કર્યો. સાથે જ કૃષ્ણનગર પોલીસે મૃતક યુવાનનું ડાઈંગ ડિક્લેરેશન નોંધવાની પણ તસ્દી નહોતી લીધી.
Continues below advertisement