જળયાત્રાઃ બાવળાના મેમર ગામમાં નર્મદાની માઇનોર કેનાલથી ખેડૂતોને નથી થયો કોઇ ફાયદો
Continues below advertisement
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામમા વર્ષ 2004થી નર્મદાની માઇનોર કેનાલ પહોંચી ગઈ છે. પરંતુ આ માઇનોર કેનાલનો ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થયો નથી. ખેડૂતોના મતે કેનાલનું લેવલ બરાબર ન હોવાના કારણે વારંવાર કેનાલમાં ગાબડા પડે છે. જેના પરિણામે 400થી વધુ વિઘા જમીન કોરી રહી જાય છે. નર્મદા વિભાગ અને સિંચાઈ વિભાગમાં વારંવારની રજૂઆત છતાં કેનાલનું સમારકામ થતુ નથી. પરિણામે ગામની માઇનોર કેનાલ બિનઉપયોગી પડી રહી છે.
Continues below advertisement