ગુજરાત યુનિવર્સિટીનું નવું સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તૈયાર થાય તે પહેલાં જ રીનોવેશન કરવાની નોબત આવી

Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટીની સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તથા પહેલા છે ચર્ચામાં આવ્યો છે કરી રહ્યું છે પરંતુ એ તૈયાર થાય તે પહેલાં રીનોવેશન કરવાની નોબત આવી છે. યુનિવર્સિટી હેલ્થ સેન્ટરના પાછળના ભાગે તૈયાર કરવામાં આવેલ નવું બેડમિન્ટન કોર્ટનું ફ્લોરિંગ તૂટી ગયું છે. બેડમિન્ટન કોર્ટ માટે લાકડાનું ફ્લોરિંગ કરવામાં આવ્યું હતું, જોકે વરસાદની પાણી બેડમિન્ટન કોર્ટમાં ઘુસી જવાથી તેને નુકશાન થયું હતું, અને હવે તેના લાકડા બહાર સુકવવાનો વારો આવ્યો છે. હજુ સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું કામ પ્રગતિમાં છે, તેવામાં જ આ પ્રકારની નબળી કામગીરી સામે આવી છે. જેને લઈને કોન્ટ્રાકટરના કામગીરી ની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે, આ મામલે જ્યારે યુનિવર્સિટી સત્તાધીશોનો સમ્પર્ક કરી તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેમેરા સમક્ષ બોલવાનો ઇન્કાર કર્યો, જોકે હજુ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બની રહ્યું હોવાથી તેનો કબ્જો યુનિવર્સિટીને અધિકૃત સોંપાયો નથી, જેથી નિયમ અનુસાર આ નુકશાની અને રીનોવેશનની કામગીરી કૉન્ટ્રાક્ટરે કરવાની રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram