Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ

Continues below advertisement

Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ

અમદાવાદના જુહાપુરા જુથ અથડામણમાં થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા છે. મોડી રાતે થયેલી આ બબાલમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પરપ્રાંતીય યુવકની હત્યાં થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ફેબ્રિકેશનના ધંધાર્થીઓ વચ્ચે થઈ માથાકૂટ. બે પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. નવાજુદ્દીન નામના યુવકની હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, મોડી રાતે કોઈ કારણસર બે જૂથ વચ્ચે સામસામો પથ્થરમારો થયો હતો. આ બબાલમાં યુવકનું મોત નીપજ્યું છે. તેમજ આ પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram