Ahmedabad માં કોરોના રસીકરણની નોંધણીમાં મોટો છબરડો, રસી લીધી ન હોવા છતાં અપાયુ ઓનલાઇન પ્રમાણપત્ર
Continues below advertisement
કોરોના રસીકરણની નોંધણી પ્રક્રિયામાં અમદાવાદ પ્રશાસનનો મોટો છબરડો સામે આવ્યો છે. ખોખરામાં રહેતા ઓમકારભાઈએ કોરોનાની રસી લીધી ન હોવા છતાં તેમના મોબાઈલમાં રસી લીધાનો મેસેજ સાથે ઓનલાઈન પ્રમાણપત્ર આપવામાં આવ્યું જેને લઈને ઓમકારભાઈ ખોખરા અર્બન હેલ્થ સેંટર પર પહોંચ્યા. તો મેડિકલ સુપરવાઈઝરે સોફ્ટવેર એરર હોવાનું જણાવી ઓમકારભાઈને રસી આપી દીધી. ઓમકારભાઈએ 8મી માર્ચે રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 9મી માર્ચે 9થી 12 વાગ્યાની વચ્ચે તેમને રસી મુકાવવા જવાની સૂચના મેસેજથી મળી હતી. પરંતુ 9મી માર્ચના રોજ ઓમકારભાઈ અંગત કામથી ગોતા ગયા હતા.જેથી રસી મૂકાવા જઈ ન શક્યા. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેમને મેસેજ આવ્યો કે તેમને સફળતા પૂર્વક રસી મુકાવી દીધી છે
Continues below advertisement