PM મોદી આવતીકાલે આવશે અમદાવાદ, ઝાયડ્સ કેડીલાની વેક્સીનની કામગીરીનું કરશે નીરીક્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Nov 2020 05:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 2 કલાકના ટૂંકા પ્રવાસે અમદાવાદ આવવાના છે. આ અંગેની માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની દેશમાં બની રહેલી વેકસીન અંગે PM જાતે જ કામગીરી સાંભળી રહ્યા છે. અમદાવાદ - ગુજરાતની ઝાયડ્સ કેડીલા કંપીનીની વેકસીનનું કામ પણ ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે આ વેકસીનની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા PM આવતીકાલે અમદાવાદ આવશે. એરપોર્ટથી સીધા ચાંગોદાર સ્થિત ઝાયડ્સ કેડિલાના પ્લાન્ટ પર જશે. જ્યાં બે કલાક રોકાઈને સંપૂર્ણ માહિતી મેળવશે અને ત્યારબાદ ત્યાંથી સીધા એરપોર્ટ અને એરપોર્ટથી પૂના જવા રવાના થશે.