Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Continues below advertisement
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની નાલંદા સ્કૂલ આવી વિવાદમાં. શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ. ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી આધાર કાર્ડ ન લાવતા શિક્ષક કિરીટ પટેલ ઉશ્કેરાયો અને વિદ્યાર્થીને માર મારતા ગળાના ભાગે ઈજા થઈ. વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે, શિક્ષક કિરીટ પટેલે અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને માર માર્યો હતો. તો શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે, વારંવાર સૂચના આપવા છતાં વિદ્યાર્થી આધાર કાર્ડ લાવતો ન હતો. શિક્ષકની સામે બોલતા શિક્ષકે તેને ટપલી મારી હતી. શિક્ષક પાસેથી શાળાએ માફીપત્ર પણ લખાવ્યું છે. તો આ મામલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. શાળાના CCTVના આધારે તપાસ કરી રિપોર્ટ તૈયાર કરાશે. સાથે જ શિક્ષકનું અને વાલીનું નિવેદન લેવાશે. શિક્ષકે માર માર્યો હશે તો કાર્યવાહી કરાશે.
Continues below advertisement
Tags :
Ahmedabad