અમદાવાદઃ પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે બાબતે કલેક્ટર કચેરીએ કરી રજૂઆત, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને પે ગ્રેડ મામલે હવે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આક્રમક બનવાની તૈયારી દર્શાવી છે. ગુરુવારે રાજ્યભરમાં જિલ્લા કલેકટર કચેરીમાં પે ગ્રેડનો પરિપત્ર કરવા માટે આવેદન આપી રજૂઆત કરવામાં આવી. આ બાદ હવે આગામી 8મી ડિસેમ્બરથી ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે. એટલે તમામ જીલ્લામાંથી દરરોજ ૫૦ જેટલા પ્રતિનિધિઓ આવશે અને ધરણા પ્રદર્શનમાં જોડાશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો કે જેઓ વર્ષ 2010 બાદ ભરતી થયા છે, તેમને ઉચ્ચતર પગાર ધોરણ , એટલે કે 4200નો પે ગ્રેડ મળે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram