આજથી અમદાવાદની સોલા સિવિલમાં કોરોના વેક્સિનની ટ્રાયલ શરુ

Continues below advertisement
અમદાવાદઃ ભારત બોયાટેકની ICMR અને નેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન કોવોક્ષિનનું ક્લિનિકલ ટ્રાયલ આજથી અમદાવાદની સોલા સિવિલમાં શરૂ કરવામાં આવશે.  સોલા સિવિલમાં આજથી દરરોજ 20થી 25 લોકોને વેક્સિનની રસી આપવામાં આવશે. રસીકરણ અને તેના અસરના ફોલોઅપ સાથેની સંપૂર્ણ પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલશે. ભારતમાં સંપૂર્ણ રીતે તૈયાર થયેલી પ્રથમ કોરોના વેક્સિન કોવોક્ષિનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે કંપની અને ICMRની દરખાસ્તના આધારે રાજ્ય આરોગ્ય વિભાગે અમદાવાદ અને ગાંધીનગરની પાંચ હોસ્પિટલોને પસંદ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram